Lagnagit--------------->
ગણેશ સ્થાપના-૧
પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા કૃષ્ણની જાને રૂડા ઘોડલા શણગારો ઘોડલે પિત્તળિયાં પલાણ રે મારા ગણેશ દુંદાળા કૃષ્ણની જાને રૂડા હાથીડા શણગારો હાથીડે લાલ અંબાડી રે મારા ગણેશ દુંદાળા કૃષ્ણની જાને રૂડા જાનીડા શણગારો જાનડી લાલ ગુલાલ રે મારા ગણેશ દુંદાળા કૃષ્ણની જાને રૂડી વેલડિયું શણગારો ધોરીડે બબ્બે રાશું રે મારા ગણેશ દુંદાળા કૃષ્ણની જાને રૂડા ધોરીડાં શણગારો વેલડિયે દશ આંટા રે મારા ગણેશ દુંદાળા વાવલિયા વાવ્યા ને મેહુલા ધડૂક્યા રણ રે વગડામાં રથ થંભ્યા રે મારા ગણેશ દુંદાળા તૂટ્યા તળાવ ને તૂટી પીંજણિયું ધોરીડે તૂટી બેવડ રાશું રે મારા ગણેશ દુંદાળા ઊઠો ગણેશ ને ઊઠો પરમેશ્વર તમે આવ્યે રંગ રે'શે રે મારા ગણેશ દુંદાળા અમે રે દુંદાળા ને અમે રે ફાંદાળા અમ આવ્યે તમે લાજો રે મારા ગણેશ દુંદાળા અમારે જોશે સવા મણનો રે લાડુ અમે આવ્યે વેવાઈ ભડકે રે મારા ગણેશ દુંદાળા વીવા, અઘરણી ને જગવને જનોઈ પરથમ ગણેશ બેસાડું રે મારા ગણેશ દુંદાળા
વરને પરવટ વાળો
(ફુલેકાનું ગીત)
મદભર્યો હાથી ને લાલ અંબાડી ચડે માડીનો જાયો બારહજારી રાજ કેસરના ભીના વરને પરવટ વાળો વરની પરવટડીમાં પાન સોપારી ચાવે માડીનો જાયો બારહજારી રાજ કેસરના ભીના વરને પરવટ વાળો વરના બાપુજી બાબુભાઈ ઓરેરા આવો ઓરેરા આવી વરના મનડાં મનાવો રાજ કેસરના ભીના વરને પરવટ વાળો પરથમી બધી વરના પગ હેઠળ બિરાજે નવખંડ ધરતીમાં વરરાજો પોરસાઈ ચાલે રાજ કેસરના ભીના વરને પરવટ વાળો
પીઠી ચોળોને પંચકલ્યાણી
(પીઠીનું ગીત)
પીઠી ચોળોને પંચ કલ્યાણી પીઠી કિયા રે મુલકથી આણી પીઠી સુરત શહેરથી આણી પીઠી વડોદરામાં વખણાણી પીઠી મુંબઈમાં રે ગવાણી પીઠી પાવલાની પાશેર પીઠી અડધાની અચ્છેર પીઠી પોણાની પોણો શેર પીઠી રૂપૈયાની શેર પીઠી રૂપલા વાટકડે ઘોળાય રે પીઠી જીગરભાઈને અંગે ચોળાય રે પીઠી મામા ને મામી રે લાવે પીઠી જીગરભાઈ હોંશે ચોળાવે પીઠી જોવાને સહુ રે આવે
પાવલાંની પાશેર
(પીઠીનું ગીત)
પાવલાંની પાશેર લાડકડાંને હળદી ચડે છે પાવલાંની પાશેર જીગરભાઈને પીઠી ચડે છે અડધાની અધશેર લાડકડાંને હળદી ચડે છે અડધાની અધશેર જીગરભાઈને પીઠી ચડે છે રૂપૈયાની શેર રે જીયાવરને હળદી ચડે છે રૂપૈયાની શેર રે જીયાવરને પીઠી ચડે છે આણી અમારે ઘેર રે જીયાવરને હળદી ચડે છે આણી અમારે ઘેર રે જીયાવરને પીઠી ચડે છે વાટકડે ઘોળાય રે લાડકડાંને પીઠી ચડે છે લાડકડાંને ચોળાય જીગરભાઈને પીઠી ચડે છે
હળવે હળવે પોંખજો
(પોંખણા વખતે વરપક્ષે ગવાતું ફટાણું)
હળવે હળવે પોંખજો રે લટકાળી હળવે હળવે પોંખજો રે કામણધીંગી એ વર છે વેવાઈનો લાડકડો કોકનો ચૂડલો પહેરીને જમાઈ પોંખવા ચાલી જૂઓ રે જમાઈરાજ સાસુજીનો લટકો લટકો ને મટકો ચડી જાશે ચટકો હળવે હળવે પોંખજો રે લટકાળી માંગ્યો સાડલો પહેરી જમાઈ પોંખવા ચાલી જૂઓ રે જમાઈરાજ સાસુજીનો લટકો લટકો ને મટકો ચડી જાશે ચટકો હળવે હળવે પોંખજો રે કામણધીંગી
કે'દુના કાલાંવાલાં
(માંડવામાં ગાવાનું ફટાણું)
તમે કે'દુના કાલાંવાલાં કરતા'તા તમે મુંબઈ ને મહેસાણા ફરતા'તા તમે ઝાઝી તે વાતો મેલો મારા વેવાઈ તમે કે'દુના કાલાંવાલાં કરતા'તા તમે અમીબેનને જોઈ ગયા મારા નવલા જમાઈ મોહી ગયા તમે કે'દુના કાલાંવાલાં કરતા'તા તમે છગનભાઈને ભોળવી ગયા તમે સવિતાબેનને ભોળવી ગયા તમે કે'દુના કાલાંવાલાં કરતા'તા વરતેજથી વાંકાનેર ફરતા'તા તમે ફેશનની ફીશિયારી મેલો મારા વેવાઈ તમે કે'દુના કાલાંવાલાં કરતા'તા
ઘરમાં નો'તી ખાંડ
(માંડવામાં ગાવાનું ફટાણું)
ઘરમાં નો’તી ખાંડ ત્યારે શીદ તેડી’તી જાન ? મારા નવલા વેવાઈ ઘરમાં નો’તી ખારેક ત્યારે શીદ તેડ્યા’તા પારેખ ? મારા નવલા વેવાઈ ઘરમાં નો’તી ગાગર ત્યારે શીદ તેડ્યા’તા નાગર ? મારા નવલા વેવાઈ ઘરમાં નો’તી જાજમ ત્યારે શીદને તેડ્યું’તું મા'જન ? મારા નવલા વેવાઈ ઘરમાં નો’તી સોપારી ત્યારે શીદ તેડ્યા’તા વેપારી ? મારા નવલા વેવાઈ ઘરમાં નો’તા લોટા ત્યારે શીદ તેડ્યા’તા મોટા ? મારા નવલા વેવાઈ ઘરમાં નો’તા લાડવા ત્યારે શીદ તેડ્યા’તા જમવા ? મારા નવલા વેવાઈ ઘરમાં નો’તા દીવા ત્યારે શીદ માંડ્યા’તા વીવા ? મારા નવલા વેવાઈ ઘરમાં નો'તું મીઠું ત્યારે શીદ બોલ્યા'તા જુઠું ? મારા નવલા વેવાઈ
અણવર અવગતિયા
(માંડવામાં ગાવાનું ફટાણું)
તું થોડું થોડું જમજે રે અણવર અવગતિયા તારા પેટડાંમાં દુખશે રે અણવર અવગતિયા તને ઓસડ ચીંધાડે રે કનુભાઈ પાતળિયા સાત લસણની કળી માંહે હીંગની કણી અજમો મેલજે જરી ઉપર આદુની ચીરી તું ઝટપટ ખાજે રે અણવર અવગતિયા
ગોર લટપટિયા
(માંડવામાં ગાવાનું ફટાણું)
ગોર કરોને ઉકેલ ગોર લટપટિયા મારે છેટાંની છે જાન ગોર લટપટિયા મારે થાય છે અહૂર ગોર લટપટિયા ગોરને હાંડા જેવડું માથું ગોર લટપટિયા ગોરને નળિયા જેવડું નાક ગોર લટપટિયા ગોરને કોડાં જેવડી આંખ્યું ગોર લટપટિયા ગોરને કોડિયાં જેવડા કાન ગોર લટપટિયા ગોરને સૂપડાં જેવા હોઠ ગોર લટપટિયા ગોરને ફળિયા જેવડી ફાંદ ગોર લટપટિયા
લાડો લાડી જમે
(કંસાર)
લાડો લાડી જમે રે કંસાર કંસાર કેવો ગળ્યો લાગે રે લાડી મુખે લજ્જા કેરો ભાર કંસાર કેવો ગળ્યો લાગે રે વાતે વાતે હસે છે લગાર કંસાર કેવો ગળ્યો લાગે રે લાડી તો સતી સીતા નાર કે કંસાર કેવો ગળ્યો લાગે રે લાડો રાજા રામનો અવતાર કે કંસાર કેવો ગળ્યો લાગે રે વેવાયું તો વટના રે પાન કે કંસાર કેવો ગળ્યો લાગે રે વેવાણુંને હરખ અપાર કે કંસાર કેવો ગળ્યો લાગે રે લાડીની ભાભી ટળવળે કે કંસાર કેવો ગળ્યો લાગે રે નણદી મુજને આંગલડી ચટાડ કંસાર કેવો ગળ્યો લાગે રે ભાભી તું તો પરણી કે બાળકુંવારી કંસાર ગળ્યો ગળ્યો લાગે રે લાડો લાડી જમે રે કંસાર કંસાર ગળ્યો ગળ્યો લાગે રે
લાલ મોટર આવી
(નવવધુ આગમન)
લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી મારા બેની સાસરિયે લીલા લહેર છે દશરથ જેવા સસરા તમને નહિ દે કાઢવા કચરા મારા બેની સાસરિયે લીલા લહેર છે કૌશલ્યા જેવા સાસુ તમને નહિ પડાવે આંસુ મારા બેની સાસરિયે લીલા લહેર છે રામચંદ્ર જેવા જેઠ તમને નહિ કરવા દે વેઠ મારા બેની સાસરિયે લીલા લહેર છે લક્ષ્મણ જેવા દિયર તમને નહિ જવાદે પિયર મારા બેની સાસરિયે લીલા લહેર છે સુભદ્રા જેવી નણદી તમને કામ કરાવશે જલદી મારા બેની સાસરિયે લીલા લહેર છે
અમે ઈડરિયો ગઢ જીત્યા
(નવવધુ આગમન)
આજ મારે ભર્યાં સરોવર છલ્યાં રે આનંદભર્યાં આજ મારે માડીના જીગરભાઈ પરણ્યા રે આનંદભર્યાં આજ મારે પરણીને જીગરભાઈ પધાર્યા રે આનંદભર્યાં આજ અમે લાખ ખરચીને લાડી લાવ્યા રે આનંદભર્યાં આજ અમે ઈડરિયો ગઢ જીતી આવ્યા રે આનંદભર્યાં આજ અમે લાખેણી લાડી લઈ આવ્યા રે આનંદભર્યાં આજ અમારે હૈયે હરખ ન માય આવ્યા રે આનંદભર્યાં આજ મારે ભર્યાં સરોવર છલ્યાં રે આનંદભર્યાં
KAUSHIK PANCHAL - (SOFTWARE COMPUTER)